હળવદ : હળવદના રાતાભેર ગામના ગૌપ્રેમી ચંદુભાઈ લક્ષ્મણભાઈ ખાવડિયાએ પોતાની ગાયના મોત બાદ આ ગાયને ઘરના આંગણે સમાધિ આપી પોતાનો અનોખો ગૌપ્રેમ વ્યક્ત કર્યો છે.આજથી 35 વર્ષ પહેલા ચંદુભાઈ ખાવડિયા નાનકડી વાછરડી ઘરે લાવ્યા હતા અને તેનું સંવર્ધન કરીને મોટી કરી હતી. આ ગાયે ઘરના સભ્યની જેમ સાથ આપ્યો હતો. આ ગાયે 35 વર્ષ બાદ આજે તારીખ 8 ઓગસ્ટના રોજ પોતાનો દેહ છોડ્યો હતો. જેથી ચંદુભાઈ ખાવડિયાએ આ ગાય માતાને પોતાના ઘરના આંગણે જ સમાધિ આપી હતી.