મટીરીયલ સપ્લાય અને મેનપાવર સપ્લાયના બે અલગ અલગ કામો માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયામોરબી : મોરબી પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા, ગટર અને રિસરફેસિંગ અને વાર્ષિક ભાવના કોન્ટ્રાકટ મળી કુલ 6.29 કરોડના મંજુર કરવામાં આવ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચોમાસા બાદ રોડ રસ્તાના કામો શરુ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર ડોબરીયાએ જણાવ્યું હતુંમોરબી નગરપાલકા હદ વિસ્તારમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે વી.સી.પરા વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ પાસે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ રૂ. 20.44 લાખના ખર્ચે મંજુર થયું છે. સાથે મોરબી નગરપાલકા હદ વિસ્તારમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે અરિહંત સોસાયટમા સી.સી.રોડ બનાવવા તથા ડ્રેનેજ લાઈન નાખવાનું કામ રૂ.37.27 લાખ, મકરાણી વાસમા ઓપન ડ્રેનેજ બનાવવાનું કામ રૂ. 2.13 લાખના ખર્ચે , ચામુંડાનગરમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ. રૂ. 8.74 લાખ, લાયસનગરમા સી.સી.રોડ બનાવવા તથા ડ્રેનેજ લાઈન નાખવાનું કામ રૂ. 37.25 લાખ તેમજ વાવડી રોડ ઉપર રાજ સાહેબ બેકરી વારી શેરીમાં સી.સી.રોડ બનાવવાનું કામ રૂ. 26.87 લાખ મંજુર કરવામાં આવતા ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે.સાથે જ મોરબી નગરપાલકા હદ વિસ્તારમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે મોરબી-૨ હરીપાર્ક અને લક્ષ્મીનારાયણ સોસાયટમાં સી.સી. રોડનું કામ રૂ. 25.75 લાખ. વિજય પાન કોર્નરથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી ડામર રોડ રીસરફેસિંગનું રૂ. 4.06 લાખ, રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે બોક્સ કન્વર્ટ કરવા નું કામ રૂ. 36.67 લાખ, ઉમા-૨ રેસીડેન્સી સોસાયટી દલવાડી સર્કલ પાસે સી.સી.રોડ કામ. રૂ. 31.88 લાખ, સબમર્શીબલ સેન્ટ્રીફ્યુગેલ પમ્પ સેટ સપ્લાય ફિટિંગ અને ટેસ્ટિંગ કમીશનિંગનું કામ 79.72 લાખ, ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે વોર્ડ ન. ૧ થી ૧૩ માં સી.સી.રોડ તથા પેવર બ્લોકનું કામ. રૂ. 59.08 લાખ, વોડ નં-૫ માં જુદી જુદી જગ્યાએ રોડ- રિસરફેસિંગ ગ્રાન્ટ અન્વયે પેવર બ્લોક નાખવાનું કામ 59.83 લાખના ખર્ચે મંજુર કરવામાં આવ્યું છે.બબ્બે - ત્રણ ત્રણ પ્રયત્ન કરવા છતાં ઉપરોક્ત કામમાં કોન્ટ્રાકટર રસ દાખવતા ન હોય વધુ એક પ્રયાસ કરાયો છે.સાથે જ મોરબી નગરપાલકા હદ વિસ્તારમાં વાર્ષિક મટીરીયલ સપ્લાયનું કામ રૂ. 100 લાખ અને મોરબી નગરપાલકા હદ વિસ્તારમાં લેબર સપ્લાયનું કામ વાર્ષિક ભાવ 100 લાખનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલ મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદના કારણે ખાડા પડી ગયા છે ત્યાં પાલિકા દ્વારા વેટ મિક્ષિગ અને સિમેન્ટ દ્વારા ખાડા બુરવામાં આવી રહ્યાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું