હળવદ : પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી રાજપુત કરણીસેના હળવદ ટીમ દ્વારા હળવદ તાલુકા શાળા નં 3માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી રાજપુત કરણીસેના પ્રમુખ વિરપાલસિંહ, પ્રભારી જીગ્નેશસિંહ સાપકડા, ઉપપ્રમુખ રામદેવસિંહ દિઘડીયા, સૌરાષ્ટ્ર સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ લક્ષ્મણસિંહ, જિલ્લા ઉપપ્રમુખ અર્જુનસિંહ, મહામંત્રી વિજયસિંહ, જયદિપસિંહ, સુરેન્દ્રસિંહ, નાણામંત્રી હિરેનસિંહ, માર્ગદર્શક વિશુભા, સંગઠનમંત્રી યશપાલસિંહ, કે.કે.જાડેજા, જયપાલસિંહ, પ્રવિણસિંહ, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ હળવદ પ્રતિપાલસિહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી રાજપુત કરણીસેના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.