લગધીરપુર રોડ ઉપર અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક નાસી ગયોમોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર પાવર હાઉસ સામે ચાલીને કારખાને કામે જઈ રહેલા મધ્યપ્રદેશના દંપતી પૈકી પરિણીતાને ટેન્કર ચાલકે પાછળથી હડફેટે લઈ વ્હીલ નીચે કચડી નાખતા પતિની નજર સામે જ પત્નીનું કરુંણ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર ફ્લોરા સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની કુંજીલાલ સંતોષ આહીરવાલ અને તેમના પત્ની સોનમબેન રાત્રીના ચાલીને કારખાને કામે જઈ રહ્યા હતા ત્યારે પાવર હાઉસના સબસ્ટેશન અને ડિજિટલ સિરામિક કારખાના સામે જીજે - 12 - વાય - 8542 નંબરના ટેન્કર ચાલકે પાછળથી સોનમબેનને હડફેટે લઈ ટેન્કરનું ટાયર સોનમબેન ઉપર ફેરવી દેતા સોનમબેનનું ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક નાસી જતા બનાવ અંગે મૃતકના પતિ કુંજીલાલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.