મોરબી : મોરબી નગરમાં કોઈ ભાગ્યે જ એવો વિસ્તાર હશે જ્યાં કોઈ સમસ્યા ન હોય, ઠેક ઠેકાણેથી ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. ત્યારે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં ઉભરાતી ગટરની સમસ્યા વિકટ બની છે. અહીં ગંદા પાણીના તળાવ ભરાતા હોય સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે તાકીદે આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.