મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ ઉપર ઓમકાર રેસિડેન્સી નજીક શંકાસ્પદ હાલતમાં જીજે - 36 - એએચ - 0013 નંબરનું એક્સેસ મોટર સાયકલ લઈને નીકળેલા આરોપી આશિષ રાણાભાઈ વિરડા ઉ.30 રહે.કાલિકા પ્લોટ વાળાને અટકાવી તલાશી લેતા એક્સેસની ડેકીમાંથી 1000 રૂપિયાની કિંમતની બલેન્ડર્સ પ્રાઇડ દારૂની બોટલ મળી આવતા પોલીસે રૂપિયા 50 હજારની કિંમતના એક્સેસ સહિત રૂપિયા 51 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.