હળવદ : મોરબી જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા દ્વારા આગામી તારીખ 9 ઓગસ્ટ ને શુક્રવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી હળવદના સરકારી આયુર્વેદ દવાખાનામાં નિઃશુલ્ક કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હરસ, મસા, ભગંદર, ફીશર જેવા મળમાર્ગના રોગોની સારવાર કરવામાં આવશે. તો આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.