મોરબી : મોરબીના શનાળા રોડ પર ભાંડિયાની વાડીની બાજુમાં આવેલા રામજી મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બાર જ્યોતિર્લિંગના દર્શન યોજાયા હતા. શ્રી રામજી મંદિર યુવા ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે બાર જ્યોતિર્લિંગના દર્શન યોજવામાં આવશે. દર સોમવારે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો આ દર્શનનો લાભ લઈ શકશે. સાથે જ દર સોમવારે તથા સાતમ-આઠમના તહેવારના દિવસોમાં ભક્તિભાવ પૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.