મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર લખધીરપુર ચોકડી પાસે મસ મોટા ખાડા અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ખાડાના કારણે અહીં વારંવાર ટ્રાફિક પણ સર્જાઈ છે. વધુમાં વરસાદનું પાણી ભરાય ત્યારે આ ખાડા ન દેખાવાથી અનેક વાહનો તેમાં પટકાય છે. જેના કારણે વાહનોને નુકસાન પણ થાય છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.