બજેટમાં નિરાશા મળી હોવાનો આશા વર્કરોમાં સૂરવિવિધ માગણીઓ પૂરી કરવા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆતમોરબી : ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન દ્વારા હેલ્થ વિભાગ હેઠળ સેવા બજાવતી 40 આશા વર્કરો તથા ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર તથા ફેસિલિએટર બહેનોએ એકઠાં થઈને કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા માગ કરી હતી. આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ગરબે રમીને પોતાની માગ પૂરી કરવા પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ પ્રશ્નો માટે બેઠક યોજવા માટે સમય ફાળવવા આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી.આ રજૂઆતોમાં 2018થી કેન્દ્ર સરકારે બજેટમાં કોઈ વધારો આપ્યો નથી તેથી 2024ના બજેટમાં વધારો આપવાની જાહેરાત થશે તેવી બહેનોને આશા હતી પરંતુ બજેટમાં કોઈ વધારો થયો નથી. તેથી ગુજરાત સરકાર વળતરમાં વધારે કરે તથા ફિક્સ પગાર ચુકવે તે અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત આશા વર્કર તથા ફેસિલિએટરો વર્ષ 2005થી સેવા બજાવતા હોય તેઓને કાયમી કરવા તથા ફિક્સ પગાર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ કામના કલાકો નક્કી કરવામાં આવે. આ ઉપરાંત પ્રમોશન, ડ્રેસના રૂપિયાનું ચુકવણું, પેન્શન-ગ્રેચ્યુઈટી, પીએફ, પગારી રજાની જોગવાઈ, બોનસ, અન્ય કામગીરી ન સોંપવી, ઈન્સેન્ટીવ આપવું સહિતની માગ પૂરી ઉગ્ર રજૂઆત કરાઈ હતી.આ અંગે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર સંગઠન ઓલ ગુજરાતના ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે, આશા વર્કર બહેનો અને ફેસિલિએટર બહેનોની વિવિધ માગણીઓ અંગે અમે ઘણા સમયથી આવેદનપત્ર આપીએ છીએ, રેલીઓ કાઢી, સરકારને પણ આવેદન આપ્યું, રજૂઆતો કરી અને બેઠકો કરી હોવા છતાં સરકારે આ વખતે બજેટમાં કાપ મૂક્યો છે. અત્યાર સુધી બહેનોને પૂરતો પગાર, ઈન્સેટિવ કે સમયસર બિલ મળતા ન હતા. ત્યારે હવે બજેટમાં કામ મૂકાયો છે ત્યારે બહેનોના પ્રશ્નો કેવી રીતે હલ થશે ? આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો જ્યાં સુધી સરકાર તરફથી બિલના રૂપિયા ન મળે ત્યાં સુધી પોતાના રૂપિયા રોકીને બાળકો માટે ચીજવસ્તુઓ ખરીદી રહી છે. જેથી 8-8 મહિના સુધી બહેનોના રૂપિયાનું રોકાણ થાય છે. સરકારે 300 કરોડથી વધુ રૂપિયાનું બજેટ આંગણવાડીમાં કાપી નાખ્યું છે. આશા વર્કરોના બજેટમાં પણ કાપ મૂક્યો છે. ત્યારે બહેનોની પડતર માગણીઓ ક્યારે હલ થશે તે પ્રશ્ન છે.