હજારો શિવભક્તોએ ફરાળ મહાપ્રસાદનો લાભ લીધોમોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર તા.5-8-2024ના રોજ બપોરે 4 કલાકથી શિવભક્તો માટે બરફના શિવલિંગના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી. જેમાં મોરબી રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માતાજી સહિતના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા, કીશોરભાઈ ચંડીભમર, હીતેશભાઈ જાની, રમણીકભાઈ ચંડીભમર, ચિરાગભાઈ રાચ્છ, નરેન્દ્રભાઈ રાચ્છ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, નીરવભાઈ હાલાણી, અનીલભાઈ ગોવાણી, પારસભાઈ ચગ, સંજયભાઈ હીરાણી, અમીતભાઈ પોપટ, નરેન્દ્રભાઈ પાંવ, કૌશલભાઈ જાની, કીશનભાઈ પાંવ, દીનેશભાઈ સોલંકી, નીમીષભાઈ કોટક તથા શ્રી જલારામ મંદિર મહિલા મંડળના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.