હળવદ : હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા ટ્રેન હડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા વાલજીભાઈ નરસીહભાઇ ઠાકોર ઉ. 77 નામના વૃદ્ધ સોમવારે વહેલી સવારે ક્રિષ્નાપાર્ક નજીક રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા તે વેળાએ માલગાડીની અડફેટે આવી જતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પરિવારજનોના થતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સાથે જ બનાવને પગલે રેલવે પોલીસના જમાદાર ભરતસિંહ રાજપુત ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.