વધુ વિગતો માટે મામલતદાર કચેરીના નંબર 02822-287076 પર સંપર્ક કરવોટંકારા : ટંકારા મામલતદાર કચેરી હસ્તકના કન્ડમ થયેલા વાહનની જાહેર હરરાજી તારીખ 13-8-2024ના રોજ સમય સવારે 11:30 કલાકે મામલતદાર કચેરી ટંકારા ખાતે રાખવામાં આવી છે.આ હરાજીમાં ભાગ લેનારે બોલેરો GJ 03 - G - 1695 વાહન માટે તળિયાની કિંમત રૂ. 46,000 રાખવામાં આવી છે. આ વાહન માટે અનામતની રકમ રૂ. 4600 મામલતદાર ટંકારાના નામના બેન્ક ડીડી, ટેન્ડર ફોર્મ સાથે તારીખ 13-8-2024ના રોજ 10:30 વાગ્યા સુધીમાં રજૂ કરવાનો રહેશે. શરતો હ૨રાજી વખતે વાંચી સંભળાવવામાં આવશે. અને તેને આધીન રહીને હરાજીની કાર્યવાહી કરવામાં આવશે વધુ વિગતો માટે મામલતદાર કચેરી નંબર 02822-287076 પર સંપર્ક કરવા ટંકારા મામલતદારની યાદીમાં જણાવાયું છે.