મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સ્વયંભુ શોભેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 12 ઓગસ્ટ ને સોમવારે રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કલાકાર કનુદાન ગઢવી, રાહુલ કડીવાળા અને મયુદિન ઝારીયા ભજનની રમઝટ બોલાવશે. તો આ ભવ્ય લોકડાયરાને માણવા સર્વે જનતાને શોભેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.