મોરબી : ભગવાન ભોળાનાથને પ્રિય એવા શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સુપ્રસિદ્ધિ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના તમામ સોમવારે વિવિધ કાર્યક્રમોની ઉજવણી થશે.આ વખતે શ્રાવણ માસમાં પ્રથમ સોમવાર છે અને શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યારે પણ સોમવાર છે એટલે પાંચ સોમવાર આવે છે. ત્યારે પાંચેય સોમવારે નીચે જડેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો થશે. જેમાં દરેક સોમવારે સવારે 10:00 વાગે ધજા બદલાવવામાં આવશે જેમાં સૌ ભક્તો ભાગ લઈ શકે છે અને ધજાના દાતા થઈ શકે છે. જ્યારે સાંજે મહા આરતીમાં ભાગ લઈ શકો છો અને 108 દીપ માલાનું આયોજન થાય છે તેમાં પણ આપ ભાગ લઈ શકો છો. દરેક સોમવારે આરતી પછી ફરાળનો મહા પ્રસાદ યોજાશે જેમાં દાતા થઈ અને સહભાગી થઈ શકો છો. દર સોમવારે સવારે 5 થી 6:30 વાગ્યા સુધી બ્રાહ્મણો દ્વારા મહારુદ્રીનું આયોજન થશે. તેમાં કોઈ ભાગ લેવા માગતા હોય તો આખા મિત્ર મંડળ ગ્રુપ એક સોમવાર બુક કરી અને આ રુદ્રીનું આયોજનમાં પણ ભાગ લઈ શકો છો. આ માટે યશવંતભાઈ જોશી મો. નં. 9974768005 અને રમેશભાઈ પીઠવા મો. નં. 9909560998 પર સંપર્ક કરવા જણાવાયું છે.