મોરબી : સરકાર દ્વારા ચાલતા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત આજ રોજ 5 ઓગસ્ટે મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પાંચ વૃક્ષોનું રોપણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતના ચેરમેન કમળાબેન ચાવડા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.