મોરબી : મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા બજેટની માહિતી માટે પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ યુપીએ સરકારના 10 વર્ષ અને ભાજપ સરકારના 10 વર્ષના લેખા જોખા રજૂ કર્યા હતા અને આ બજેટ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, મોદી સરકારે આ બજેટમાં GYAN ઉપર ભાર મૂક્યો છે GYAN એટલે ગરીબ, યુવા, અન્નદાતા(ખેડૂત) અને નારી માટે વિશેષ જોગવાઈઓ કરી તેના ઉપર ભાર આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ બજેટ સંવાદમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા તેમજ દરેક તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.