કડીયાણા લૌકિકે જતા બે મહિલા અને એક પુરુષ ઇજાગ્રત, ટેન્કર ચાલક નાસી ગયોહળવદ : હળવદ શહેરની મોરબી ચોકડી નજીક ટેન્કર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં કડીયાણા ગામે લૌકિકે જઈ રહેલા બાઇક સવાર યુવાન અને તેના પત્ની સહિત બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક નાસી છુટયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની મોરબી ચોકડી નજીક જીજે - 36 - એકે - 8874 નંબરનું બાઈક લઈને હળવદના બુટાવડથી કડીયાણા ગામે લૌકિકે જઇ રહેલા સુરેશભાઈ ભગાભાઈ સુરાણી, તેમના પત્ની સવિતાબેન તેમજ સુરેશભાઈના કાકી હંસાબેન ધીરાભાઈ સુરાણીને જીજે - 12 - બીવાય - 5888 નંબરના ટેન્કર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્ને મહિલાઓને મોરબી તેમજ સુરેશભાઈને વધુ ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનામાં અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક નાસી જતા સુરેશભાઈના પિતા ભગાભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.