મોરબી : મોરબીના સેવાભાવી બાળક એવા શુભ રાજાએ રવિવારે 200 થી વધારે જરૂરિયાતમંદ બાળકોને ગુલાબ ફળોનું વિતરણ કર્યું હતું. મોરબીમાં રહેતા શુભ રાજા Sunday Service નામે ઘણા સમયથી સેવાકીય પ્રવૃતિઓ કરે છે, જેમાં ગરીબ બાળકો, સગર્ભા બહેનો, અનાથ આશ્રમમાં રહેતા વૃદ્ધ લોકોને સીઝનલ ફળો, દૂધ, નાસ્તો, દવા વગેરે વસ્તુઓ આપીને રવિવારની રજાનો સદુપયોગ કરે છે. ભણવામાં તેજશ્વી શુભ 13 વર્ષનો છે અને ધોરણ 8માં અભ્યાસ કરે છે. શુભના પિતા રવિભાઈ રાજા તથા માતા હેતલબેન રાજા શિક્ષક છે. શુભ તેના માતા - પિતા, દાદા - દાદી અને તેમના ફૈબા દીપાબેન કેજે મુંબઈમાં રહે છે તેમની પ્રેરણાથી આવા ઉત્તમ પ્રેરણાદાયક કાર્યો કરીને અન્ય બાળકોને પણ પ્રેરણા આપી રહ્યો છે.