મોરબી : માળીયા મિયાણા તાલુકાના ઘાટીલા અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં હળવદ તાલુકાના નવા ઘાટીલા ગામે જયંતીભાઈ બચુભાઇ પટેલની વાડીએ ખેતમજૂરી કરતા ખપુરીયાભાઈ કેરિયાભાઈ ડોડીયા ઉ.40 નામના યુવાનનું કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.