ટંકારા : મોરબી પુરવઠા શાખા દ્વારા મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જિલ્લાના અગ્રગણ્ય નાગરિકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ટંકારાના સામાજિક આગેવાન અને ભાજપના નેતા બીપીનભાઈ પ્રજાપતિની નિમણૂક કરાઈ છે.મોરબી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં ચાર લોકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ટંકારાના સેવાભાવી સામાજિક આગેવાન અને ભાજપના નેતા બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ, અજયભાઈ જયશંકરભાઈ રાવલ, અશ્વિનભાઈ વાલજીભાઈ મકવાણા અને નંદલાલ અમરશીભાઈ કાલરીયાની નિમણૂક કરાઈ છે. ચારેય સભ્યો આ સમિતિમાં 31-3-2026 સુધી સેવા આપશે.