મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણા બાબતે નગરપાલિકાને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરિયાદો અને રજૂઆતો મળી રહી છે. તૂટેલા ઢાંકણાના કારણે અનેક અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે ત્યારે આ અંગે નગરપાલિકા દ્વારા નિવેદન જાહેર કરીને મોરબી શહેરમાં વર્ષ 2023-24 માં કુલ 810 જેટલા નવા ઢાંકણા નાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.મોરબી નગરપાલિકાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માં 20 ટન અને 30 ટનના કુલ 810 નવા ઢાંકણા નાખવામાં આવ્યા છે. જેનો કુલ ખર્ચ 25 લાખ 95 હજાર જેટલો થયો છે. આ નવા ઢાંકણા જ્યાં નવા રોડ બની રહ્યા છે, નવી ગટર લાઈન નાખવામાં આવી રહી છે, સાથે જ જ્યાં જ્યાંથી ઢાંકણા તૂટવાની ફરિયાદો આવી હતી તેવા વિસ્તારમાં નાંખવામાં આવ્યા છે. સાથે જ આગામી દિવસોમાં હાઇવે પર 40 ટન કેપેસિટી વાળા ઢાંકણા નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.