મોરબી : મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ તથા પારિવારિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.મોરબી દશનામ ગોસ્વામી યુવા મંડળના પ્રમુખ દિનેશગીરી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સમાજના કુલ 210 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 1 થી 3 નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરાયા હતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ સન્માન સમારોહમાં સંતો-મહંતો અને સમાજના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે ભોજન લીધું હતું.