મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબીના નવલખી રોડ પર આવેલા યમુનાનગર શેરી નંબર-3માં રોડ પર જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં સંજય ઉર્ફે ચનો કુવરિયા, અંજુબેન ગોસ્વામી, જયશ્રીબેન સારલા અને કાંતાબેન ઉર્ફે ખુશીબેન વકાલીયાને ઝડપી તેઓની પાસેથી 20,570 રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.