વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ગમારા પેટ્રોલ પંપ પાસે જીજે - 03 - બીવાય - 7148 નંબરના આઇસર ટ્રક ચાલકે કેફી પીણું પીધેલી હાલતમાં કેએ - 35 - ડી - 7681 નંબરના ટ્રક ટ્રેઇલર સાથે અકસ્માત સર્જી ટ્રેઇલરમાં નુકશાન પહોંચાડતા અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં ગોંડલના ગુંદાળા ગામે રહેતા આરોપી આઇસર ચાલક જુવાનસિંગ શાંતિલાલ વખલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.