મોરબી : સામાકાંઠે સો ઓરડીમાં મસમોટા પાણી કીચડના ખાડા ભરાયા છે. જેના કારણે પોટરી તાલુકા શાળામાં અભ્યાસ કરતા 400 જેટલાં બાળકો સામે આરોગ્ય જોખમ તોળાઈ રહ્યું છે.મોરબીમાં ચોમેર ગંદકી ગટર પાણી અને પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો અવારનવાર પાલિકા જઈને હંગમો કરે છે ત્યારે મોરબીના સામાકાંઠે સો ઓરડી જીલ્લા પંચાયત રોડ પર આવેલી પોટરી તાલુકા શાળા પાસેજ મસમોટા પાણી કીચડના ખાડા ભરાયા છે. જ્યાંથી આ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા નાના 400 જેટલાં ભૂલકાઓ અને એના વાલીઓને આ પાણી કીચડમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે અને રાહતદારીઓને પણ આ રસ્તાપરથી પસાર થતા ભારે હલાકીનો સામનો કરવો પડે છે.આ જગ્યા પર અઠવાડીએ બુધવારી ભરાતી હોય જેના કારણે નાના વેપારીઓ અને લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે આ વિસ્તારની બાજુમાંજ જીલ્લા કક્ષાની ઓફિસો જેવી કે જીલ્લા પંચાયત જીલ્લા કલેક્ટર જીલ્લા આરોગ્ય અધિકારીઓ અહીંના રસ્તા પરથી અવારનવાર પસાર થતા હોય છે. તેમ છતાં તેઓને આ સમસ્યા ધ્યાને નહિ આવતી હોય?ત્યારે સતાધીશો કે પાલિકા તંત્ર દ્વારા આ અંગે સત્વરે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.