મોરબી : આવતી કાલે તાં 4-8-2024નાં રોજ પુષ્પનક્ષત્ર હોવાથી સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 10થી 1 કલાક દરમ્યાન ફ્રિમાં સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા માટે કેમ્પ યોજાશે. આં કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબનાં સભ્યો સેવા આપશે. આ દરમ્યાન રવાપર રોડની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નં. 94272 13999નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.