મોરબી : મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા તારીખ 4-8-2024 ને રવિવારના રોજ સવારે 8 થી 12 કલાક દરમ્યાન માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ, મોરબી ખાતે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી, ઓર્ગેનિક શાકભાજી, તેમજ ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ વેચાણ કેન્દ્રનો સૌએ લાભ લેવા આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કરે જણાવ્યું છે.