પ્રસૂતા માતાઓને સરકાર દ્વારા ચૂકવાઈ છે 12 હજારની સહાયમોરબી : રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રસૂતા માતાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની 12 હજારની સહાય ચુકવવામાં આવે છે જે અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષથી શરુ થયેલી આ યોજનામાં મોરબી જિલ્લાની નોંધપાત્ર કામગીરી રહી છે અને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો બીજા ક્રમાંકે આવ્યો છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.1 એપ્રિલ 2024થી તમામ પ્રસૂતાઓ માટે નમોશ્રી યોજના શરૂ કરી છે જેમાં 6000 રૂપિયા ત્રણ તબક્કે રાજ્ય સરકાર તરફથી ચુકવવામાં આવે છે અને અને પીએમએમવીવાય દ્વારા પ્રથમ પ્રસુતિમાં 5000 અને બીજી પ્રસૂતિમાં પુત્રી જન્મે તો રૂપિયા 6000ની સહાય મળી કુલ રૂપિયા 12 હજાર ચુકવવામાં આવે છે.વધુમાં મોરબી ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઓગસ્ટ-2024 સુધીમાં જિલ્લામાં પ્રથમ તબક્કામાં કુલ 16,721 પ્રસૂતાઓની નોંધણી કર્યા બાદ કુલ 9,492 કિસ્સામાં સહાયનો પ્રથમ હપ્તો શુકવી 57 ટકા કામગીરી કરી મોરબી જિલ્લો રાજ્યમાં બીજા નંબરે આવ્યો છે. જયારે બીજા તબક્કામાં કુલ 11,200 પ્રસૂતાઓની નોંધણી સામે 6,599 પ્રસૂતાઓને સહાય ચૂકવી 59 ટકા સિદ્ધિ હાંસલ કરી હતી. અને ત્રીજા તબક્કામાં રજીસ્ટર થયેલ કુલ 2,876 પ્રસૂતા માતાઓને સહાય ચૂકવી 50 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આવનારા દિવસોમાં મોરબી જિલ્લો રાજ્યમાં પ્રથમ આવે તે માટે આ કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે અને કોઈ પણ લાભાર્થી રહી ન જાય તેની પુરી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું.