મોરબી : મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તારીખ 5 ઓગસ્ટના રોજ બરફના શિવલિંગના દર્શન યોજાશે. સાથે જ શિવભક્તો માટે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ યોજાશે.મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે શ્રાવણમાસના પ્રથમ સોમવારે બપોરે 4 કલાકથી શિવભક્તો માટે બરફના શિવલિંગના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહિતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી- મો. 8758120435, અનિલભાઈ સોમૈયા-મો.8511060066, હીતેશભાઈ જાની- મો.9825326729, ચિરાગભાઈ રાચ્છ-મો.9099600081નો સંપર્ક કરવા જણાવાયું છે.