એલસીબી ટીમે છ આરોપીઓને 1,21,000 સાથે ઝડપી લીધા મોરબી : મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના પાટિયા નજીક આવેલ લક્ષ્મી પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ઓફિસમાં જુગાર ક્લબ શરૂ થઇ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી છ આરોપીઓને જુગાર રમતા પકડી પાડી 1.21 લાખની રોકડ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લક્ષ્મીનગર ગામના પાટિયા નજીક આવેલ લક્ષ્મી પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બીજા માળે ઓફિસ ધરાવતા આરોપી ગણેશભાઇ મોહનભાઇ ભંખોડીયાએ જુગાર ક્લબ શરૂ કરી છે, જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી ગણેશભાઇ મોહનભાઇ ભંખોડીયા, રહે.લક્ષ્મીનગર ,રોટરીનગર તા.જી.મોરબી, નાનજીભાઇ સવજીભાઇ પાંચોટીયા, રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબી, વિપુલભાઇ પુનાભાઇ પરમાર, રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબી, અનિલભાઇ અશોકભાઇ અઘારા, રહે.ધરમપુર ટીંબડી તા.જી.મોરબી, મગનભાઇ ભુરાભાઇ વિરસોડીયા, રહે.લક્ષ્મીનગર તા.જી.મોરબી અને ભરતભાઇ રવજીભાઇ સાદરીયા, રહે.પાટીદાર ટાઉનશીપ ટીંબડી ગામના પાટીયા પાસે તા.જી.મોરબી મુળ ગામ વિરપરડા તીનપતિનો જુગાર રમતા પકડાઈ જતા પોલીસે રોકડા રૂપિયા 1,21,000 કબ્જે કરી જુગારધારા મુજબ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.