મોરબી એસ.ઓ.જી પોલીસની કાર્યવાહી : ત્રણ શખ્સો અંધારાનો લાભ લઇ ફરારહળવદ : હળવદ હાઇવે પર આવેલ શક્તિનગર ગામ પાસેથી મોરબી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર કેમિકલની હેરાફેરી અને ચોરી કરવાના કિસ્સામાં એક ટેન્કર અને બોલેરો પીકઅપ સહિત રૂ. 63.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ-ધાંગધ્રા હાઇ-વે પર આવેલ શક્તિનગર ગામ પાસે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આદ્યશક્તિ એન્જિનિયરિંગ વર્કસ નામના કારખાના ની પાછળના ભાગે એક ટેન્કર માંથી ત્રણ શકશો ગેરકાયદેસર શંકાસ્પદ રીતે કેમિકલની હેરાફેરી કરતા હોવાની બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી પોલીસે રેડ કરી હતી.પોલીસની આ રેડ દરમિયાન આરોપીઓ વરસાદી માહોલ તથા રાત્રીનો અંધારાનો લાભ લઇ નાસી છૂટીયા હતા જો કે, પોલીસ દ્વારા ઘટના સ્થળેથી રૂ. 63.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બનાવ સ્થળેથી ટેન્કર નંબર જીજે 12-bw-9237 કિંમત રૂપિયા 15લાખ,બોલેરો પીકપ ગાડી નંબર જીજે 27-tt-7634 કિંમત રૂપિયા 3 લાખ,ટેન્કરમાંથી કાઢેલ કેમિકલ આશરે લીટર 1905 કિંમત રૂપિયા 2,62,890,ટેન્કરમાં ભરેલ કેમિકલ આશરે 30,700 કિલોગ્રામ કિંમત રૂપિયા 42,49,512,મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 5000, કેમિકલ કાઢવા માટેની પ્લાસ્ટિકની પાઇપ નંગ બે કિંમત રૂપિયા 200, ખાલી કેલબા નંગ બે કિંમત રૂપિયા 100 તેમજ બીલટી તથા ઇવે બિલ મળી કુલ રૂપિયા 63,17,702 નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા 2023ની કલમ 106 (1) મુજબ કાર્યવાહી હાથ ધરી છે.