મોરબી : મોરબીથી ચમનપર- રાજકોટ રૂટની બસમાં મુસાફરી કરતા મુસાફરે એપલ કંપનીનો ફોન બસમાં ભૂલી જતા કંડકટર અને ડ્રાઇવરે રાજકોટ ડેપો ખાતે મૂળ ફોનના મૂળ માલિકની ખરાઈ કરી તેને ફોન સોંપી પ્રમાણિકતા દાખવી છે.સમગ્ર બનાવ અનુસાર, મૂળ જોધપર (નદી)ના ચિરાગ પ્રવીણભાઈ અજાણા આજે સવારે મોરબીથી ચમનપર- રાજકોટ રૂટની બસમાં બેઠો હતો. તે દરમ્યાન રાજકોટ જવા માટે ઉતાવર હોવાથી GJ-18-2-5966 બસમાં રવાના થઈ ગયો હતો. તે દરમ્યાન ચિરાગનો એપલ કંપનીનો અંદાજીત 1 લાખની કિંમતનો મોબાઈલ ચમનપર- મોરબી રૂટની બસની સીટ પર ભૂલી ગયો હતો. આ દરમ્યાન ફરજ પરના કંડકટર નરવીરસિંહને બુકીંગ સમયે સીટ પર પડેલ મોબાઈલ ધ્યાનમાં આવતા તેઓએ રાજકોટ ડેપો ખાતે આવીને મૂળ મલિક ચિરાગ પ્રવીણભાઈ અજાણાની કરાઈ કરી તેને પરત કરી પ્રમાણિકતા દાખવી છે. આ દરમ્યાન ચિરાગ અજાણા દ્વારા ડ્રાઇવર અને કંડકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.