મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 3 ઓગસ્ટ, 2024 છે. આજે ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને રાષ્ટ્રીય તરબૂચ દિવસ ઉજવાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ ચૌદશ, વાર શનિ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ. મહત્વપૂર્ણ ઘટનાઓ1347 – અલાઉદ્દીન બહમન શાહે બહમની સલ્તનત (1317–1518)ની સ્થાપના કરી.1492 – ક્રિસ્ટોફર કોલંબસે, 'પાલોસ દ લા ફ્રોન્ટેરા', સ્પેનથી પોતાની સફર શરૂ કરી.1749 – ચંદા સાહિબે અંબરના યુદ્ધમાં કર્ણાટકના તત્કાલિન નવાબ અનવરુદ્દીનને હરાવ્યો અને તેનો અંત લાવ્યો.1934 – પ્રમુખ અને 'ચાન્સેલર'નાં પદનું 'ફ્યુરર' (Führer)નાં પદમાં એકીકરણથી એડોલ્ફ હિટલર જર્મનીનો સર્વોચ્ચ નેતા બન્યો.1958 – અણુસબમરિન 'નોટિલસે' આર્કટિકનાં બરફની નિચેથી મુસાફરી કરી.2000 – બ્રિટનની ‘ક્વીન મધર’એ તેમની 100મી વર્ષગાંઠની ઉજવણી કરી.2004 – અમેરિકન અવકાશયાન મેસેન્જર બુધ માટે રવાના થયું.2006 – અમેરિકાએ કહ્યું કે,. તે યુરેનિયમ સંવર્ધનમાં ભારતને મદદ કરશે નહીં.2007 – રશિયન અવકાશયાન પ્રોગ્રેસ M-61 ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું તેની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયું. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક ટ્રેન દુર્ઘટનામાં 100 લોકોના મોત થયા છે.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1846 - મૈથિલીશરણ ગુપ્તા – હિંદી ભાષાના કવિ.1890 - શ્રીપ્રકાશ – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને પાકિસ્તાનમાં પ્રથમ હાઈ કમિશનર1908 - રોહિત મહેતા – પ્રખ્યાત સાહિત્યકાર, વિચારક, લેખક, ફિલસૂફ, ટીકાકાર અને સ્વાતંત્ર્ય સેનાની હતા.1916 - શકીલ બદાયુની – ભારતીય ગીતકાર અને કવિ (અ. ૧૯૭૦)1919 - જયદેવ – ભારતીય સંગીતકાર.1933 - શશિકલા – ભારતીય હિન્દી સિનેમાની પ્રખ્યાત ખલનાયિકા1934 - વિશ્વ ભૂષણ હરિચંદન – આંધ્ર પ્રદેશના રાજ્યપાલ1936 - છન્નુલાલ મિશ્રા – ભારતીય શાસ્ત્રીય ગાયક1939 - અપૂર્વા સેનગુપ્તા – ભારતીય ક્રિકેટર.1941 - બાબા હરભજન સિંહ – ભારતીય સેનાના સૈનિક.1956 - બલવિંદર સંધુ – ભારતીય ક્રિકેટર.1957 – મણી શંકર, ભારતીય ચલચિત્ર નિર્માતા1960 - ગોપાલ શર્મા – ભારતીય ક્રિકેટર.1980 - લવલી ચૌબે – ભારતની મહિલા લૉન બોલ ટીમની ખેલાડી1982 - શાંતનુ ઠાકુર – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી1984 - સુનીલ છેત્રી – ભારતીય ફૂટબોલ ખેલાડી.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1670 - મુહણોત નૈણસી - રાજસ્થાનના વ્યવસ્થિત ઇતિહાસ લેખનના પ્રથમ ઇતિહાસકાર હતા.1982 - ત્રિભુવન નારાયણ સિંહ – એક ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.1985 - બનારસી દાસ – ભારતના સ્વાતંત્ર્ય સેના. ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના ૧૧મા મુખ્યમંત્રી (જ. ૧૯૧૨)1990 - સીએમ પુનાચા - સ્વતંત્રતા સેનાની, રાજકારણી અને ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.1993 - સ્વામી ચિન્મયાનંદ – ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક વિચારક અને વેદાંત ફિલસૂફીના વિદ્વાન. (જ. ૧૯૧૬)2022 - મિથલેશ ચતુર્વેદી – એક ભારતીય ફિલ્મ અને ટીવી કલાકાર હતા.(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)