મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા પાસે આવેલા મચ્છુ-3 ડેમમાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ જતાં ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતાં નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.મચ્છુ-3 ડેમમાં હાલ પાણીની આવક ચાલુ છે ત્યારે વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા અને માળિયા (મિ.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા (મિ.), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.