મોરબી : મોરબીમા નજરબાગ વિસ્તારમાં આવેલ પાણી પુરવઠા બોર્ડના સંપના સ્ટોરમાં પડેલા લોખંડના ભંગાર પાઈપની ચોરી કરી બોલરો ગાડીમાં લઈ જઈ રહેલા રોજમદાર કર્મચારીને ઓફિસના ચોકીદારે પકડી પાડતા આ ચોરીની ઘટનામાં નાયબ કાર્યપાલક ઇજનેરે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરે નજરબાગ સંપ સ્ટોરના રોજમદાર કર્મચારી અશોક રામજીભાઈ ભોરણીયા વિરુદ્ધ સીટી બી ડિવિઝનમાં લોખંડના રૂપિયા 2000ની કિંમતના 80 કિલો પાઇપ બોલેરોમાં લઈ જઈ ચોરી કરવા મામલે ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.