સાયબર ક્રાઈમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને જરૂરી માહિતી આપવામાં આવીમોરબી : મોરબી જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 8 જેટલા ગુના નોંધાયેલા છે. ત્યારે આજ રોજ સાયબર ક્રાઈમના ગુનાઓ સબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તેમજ આવા પ્રકારના ગુનાઓ બનતા અટકે તે હેતુથી પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મોરબી જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમથી બચવા તેમજ સાયબર ક્રાઈમની કામગીરી માટે જરૂરી સુચનો તેમજ માહિતીથી અવગત કરવામા આવ્યા હતા. જે નીચે પ્રમાણે છે.(1) સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોઃ-મોરબી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોની પીડાને ઘટાડવા માટે લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકાવી શકાય તે માટે મોરબી જિલ્લાના આસપાસના ગામડાઓમા તથા મોરબી શહેરની શાળાઓ, કોલેજ, હોસ્ટેલમા તેમજ સિરામીક ઉધોગમાં કામ કરતા કર્મચારીઓને તેમજ મોરબી જિલ્લા ટ્રક એસોસિએશનના કર્મચારીઓને સાયબર ક્રાઇમ અવેરનેશન બાબતે કુલ- 133 કાર્યક્રમોનું આયોજન કરી કુલ 6400 માણસોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામા આવેલ.(2) રીફંડ તેમજ હોલ્ડ પર રહેલી રકમઃ-રીફંડ તેમજ હોલ્ડ પર મુકવામા આવેલી રકમમા નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે જેમાં 2024 મા મોરબી જિલ્લા ખાતે યોજાયેલ લોક અદાલતમાં નામદાર કોર્ટ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલ 115 અરજદારોને તેઓના ફ્રીજ થયેલ કુલ રકમ રૂ.43,08,022/- અરજદારોને તેઓના નાણા પરત આપવાની કામગીરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી દ્વારા કરવામા આવેલ તેમજ બીજા અરજદારો જેઓના નાણા અલગ-અલગ બેંકોમા ફ્રીજ થયેલ છે તેઓને નાણા પરત કરાવવાની કાર્યવાહી નામદાર કોર્ટમા કરાવવામા આવેલ છે.(3) નવી પોલીસી:-પોલીસે એકાઉન્ટ ફ્રીજ કરવા અંગેની તેમની પોલીસી મા પણ સુધારો કર્યો છે જેમા નવી પોલીસી મુજબ અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાંણાકીય બોજ ઘટાડવા કુલ રકમને બદલે જે છેતરપીંડી મા અસરગ્રસ્ત હોય તે જ રકમને ફ્રીજ કરે છે તેમજ આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલ ચોક્કસ રકમને જ ફ્રીજ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમવર્ગની વ્યકિતઓ પરના નાંણાકીય તણાવને ઘટાડવાનો છે કે જેઓ આ આખુ બેંક એકાઉન્ટ લોક થઇ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.(4) પીડિતો પર પ્રભાવઃ-મધ્યમવર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવીત થયા હતા અને એકાઉન્ટ ફ્રીજ થવાના કારણે તેઓ પોતાના ખાતામા રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા હવે તેઓના એકાઉન્ટ અનફ્રીજ થઇ જવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓને મોટી રાહત અનુભવી છે. આ પગલુ એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ મધ્યમ વર્ગીય અને ગરીબ પરિસ્થિતી માથી હોય છે અને મોટાભાગે રોજીંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે. જેઓના એકાઉન્ટ સાયબર ક્રાઇમમા બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે લાવે તો એક પછી એક કેસના આધારે આ એકાઉન્ટની ચકાસણી કરવામા આવશે અને ત્યારબાદ અનફ્રીજ કરવાની કાર્યવાહી કરવામા આવશે.(5) નિર્ણાયક કાર્યવાહી:-ગુજરાત પોલીસ દ્વારા કરવામા આવેલી આ નિર્ણાયક કાર્યવાહીમા મોરબી પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પીડીતોને થતા અન્યાયને ઘટાડવાની તરફેણમા લેવાયેલ નોંધપાત્ર પગલા દર્શાવેલ છે. ખાતા ફ્રીજ કરવાના અભિગમમા સુધારો કરીને તેમજ પીડીતોને આગળ આવવા માટે પ્રોત્સાહીત કરીને, અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલીક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.સાયબર ક્રાઇમથી બચવા માટે જરૂરી સુચનો1) પીન નંબર, ઓટીપી, સીવીવી, ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપશો નહીં.2) ) સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા વિચારો.3) કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કેવાયસી રીન્યુ, બેન્ક ખાતું ચાલુ બંધ કે એક્ટિવ વગેરે માટે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળો.4) પાસવર્ડને સુરક્ષિત રાખો નિયમીતપણે બદલો વેબસાઈટમાં “HTTPS” ખાસ જુઓ.5) ફ્રી લોન, ફ્રી ઇન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લિંક ક્લિક કરશો નહીં.6) સોશિયલ મીડિયા પર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપશો નહીં.7) ફ્રી ગેમ એપ્લિકેશન, ફ્રી ગિફ્ટ, કેસ વાઉચરના નામે આવતી લીંક થી આપનો મોબાઈલ હેક થઈ શકે છે જેથી એ લીંક ક્લિક કરવી નહીં.8) ચાઈલ્ડ પોનોગ્રાફી મટીરીયલ રાખવું ડાઉનલોડ કરવું શેર કરવું સર્ફિંગ કરવું અપલોડ કરવું એ અપરાધ છે જેમાં પાંચથી સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.9) આપનો મોબાઈલ પાસવર્ડ પ્રોટેક્ટ રાખો અને અજાણી કે જાહેર જગ્યાએ ફોન ચાર્જમાં મુકતી વખતે ધ્યાન રાખો.10) અજાણી વ્યક્તિ કે વિદેશી ફ્રેન્ડ દ્વારા વીડિયો કોલ દરમિયાન અનૈતિક કે અભદ્ર માંગણી કરવામાં આવે તો તેને સ્વીકારશો નહીં અને આપના માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરો.11) આપના મોબાઈલમાં બેન્કિંગ સંબંધિત એપ્લિકેશન ફિંગર પ્રિન્ટ પેટર્ન અને પાસવર્ડ લોક સુવીધાનો ઉપયોગ કરી થ્રી સ્ટેપ સિક્યુરિટીથી સુરક્ષિત કરો.12) પોલીસ, બેન્ક કર્મચારી, કસ્ટમર કે એક્સાઇઝ અધિકારી તરીકે આવતા ફેક કોલ થી સતર્ક રહો તથા અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ખરાઈ કરો.13) આપના સોશિયલ મીડિયા એકાઉન્ટને પણ ટુ સ્ટેપ સિક્યુરિટી રાખો.14) પોલીસ કે બેન્ક કર્મચારી તરીકેની ઓળખ આપી કોઈ ઓટીપી ની માંગણી કરે તો ઓટીપી આપશો નહીં અને હંમેશા એ ધ્યાન રાખો કે નાણા લેવા માટે કોઈ ઓટીપી કે લીંક ક્લિક કરવાની જરૂર નથી.15) મોબાઈલ કેમેરા, ફોનબુક કોન્ટેક્ટ, ગેલેરીના રીડ કે રાઈટ ના એક્સેસ માર્ક થી એપ્લિકેશન અલાઉ કરતા પહેલા તે એપ માટે તેની જરૂરિયાત છે કે કેમ તે ચોક્કસ તપાસો.સાયબર ક્રાઈમ કરતા આરોપીઓની મોડસ ઓપરન્ડી> આઈડેન્ટીટી થેફ્ટ> સોશ્યલ મીડીયા ફેક એકાઉન્ટ> ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ> બનાવટી લિંક (Phishing Link)> કસ્ટમર કેર ફ્રોડ> ન્યુડ વીડિયો કોલ ફ્રોડ> ડીપ ફેક> ફેક કોલ (fishing call)> ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ> સ્ક્રીન શેરીંગ એપ/રીમોટ એક્સેસ ફ્રોડ> અજાણી/અનવેરીફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફ્રોડસોશીયલ મિડીયા સિક્યુરિટીઆપના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે...