મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત તાલુકા તથા જિલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તારીખ 7 ઓગસ્ટના રોજ સવારે 8:00 કલાકે મોહમ્મદી લોકશાળા- ચંદ્રપૂર ખાતે વાંકાનેર, તારીખ 8 ઓગસ્ટના રોજ સવારે 11:00 કલાકે શરણેશ્વર મહાદેવની વાડી હળવદ ખાતે, તારીખ 9 ઓગસ્ટના રોજ બપોરે 2:00 કલાકે નાલંદા વિદ્યાલય- વિરપર ટંકારા ખાતે, તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે 8:30 કલાકે મોડેલ સ્કૂલ મોટી બરાર માળીયા (મિ.) ખાતે અને તારીખ 11 ઓગસ્ટના રોજ સવારે 8:00 કલાકે સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે આમ પાંચ તાલુકામાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન થશે ત્યાર બાદ જિલ્લા કક્ષા યુવા ઉત્સવનું આયોજન તારીખ 18 ઓગસ્ટના રોજ સવારે 8:00 કલાકે સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે કરવામાં આવશે.ઉપર મુજબની તારીખ, સ્થળ તથા સમયે યુવા ઉત્સવ યોજવામાં આવશે. જેની તમામ અરજી કરેલ સ્પર્ધકને આથી જાણ કરવામાં આવે છે કે, નીચે દર્શાવેલ સ્થળ, તારીખ તથા સમયે જે તે તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્પર્ધા સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તેમજ તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ ક્રમાંકના સ્પર્ધકે જિલ્લા કક્ષાએ ભાગ લેવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.