મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા હર્ષદભાઈ વિનોદભાઈ મકવાણા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.