મોરબી : મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા આગામી તારીખ 4 ઓગસ્ટ ને રવિવારના રોજ સવારે 9-30 કલાકે મોરબીના કાયાજી પ્લોટ ખાતે આવેલા ધન્વન્તરી ભવન ખાતે સિનિયર સિટીઝનો માટે ગઝલ, ભજન વગેરે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મીરાબેન બોપલિયા દ્વારા ગઝલ, ભજન રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે બપોરે 12-30 કલાકે મોરબીના પ્રખ્યાત ડો. નવિનભાઈ પારેખ તરફથી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં પધારવા પ્રમુખ ડો. બી.કે. લહેરુ, ઉપ પ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા અને મંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.