મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના વિરવિદરકા ગામે તળાવ કાંઠે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અલ્તાફભાઇ હસનભાઇ સંધવાણી, રફીકભાઇ ગફારભાઇ સંધવાણી, તાજમહમદભાઇ અયુબભાઇ જામ, અકબરભાઇ હબીબભાઇ સામતાણી, કાદરભાઇ હાસમભાઇ સખાયા, અનવરભાઇ કરીમભાઇ મોવર અને રફીકભાઇ ગફુરભાઇ જામને રોકડા રૂપિયા 10,070 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.