મોરબી : મોરબીમાં વાવડી રોડ ઉપર ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા પટેલ ભાવેશભાઈ ચંદુભાઈ (ઉ.વ.43) તા.29ના રોજ સવારે ઘરેથી રાજકોટ કામ સબબ જવાનું કહી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હોય તેઓના મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતા હોય તેઓના પરિવારે આ મામલે એ ડિવિઝન પોલીસને અરજી કરતા પોલીસે પણ નોંધ કરી તપાસ હાથ ધરી છે. જો આ વ્યક્તિ કોઈને જોવા મળે તો તુરંત મો.નં.6355079326 ઉપર સંપર્ક કરવા તેઓના પરિવારે અનુરોધ કર્યો છે.