મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લાને બદલે દિલ્હી કેન્ટ જશે.ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખાથી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં, ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024થી દર બુધવારે દિલ્હી કેન્ટથી બપોરે 1:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1:50 કલાકે ઓખા પહોંચશે.નોંધનીય છે કે, દિલ્હી કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરોએ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જેથી કોઈ અસુવિધા ન થાય.