મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 1 ઓગસ્ટ, 2024 છે. આજે વિશ્વ સ્તનપાન દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ બારસ, વાર ગુરુ છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.મહત્વપૂર્ણ ઘટનાઓ1498 – ક્રિસ્ટોફર કોલંબસ, વેનેઝુએલા દેશની મુલાકાત લેનાર પ્રથમ યુરોપિયન બન્યો.1774 – બ્રિટિશ વૈજ્ઞાનિક જોસેફ પ્રિસ્ટલીએ ઓક્સિજન વાયુની શોધ કરી.1831 – લંડન બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો.1883 – ગ્રેટ બ્રિટનમાં આંતરદેશીય ટપાલ સેવા શરૂ કરવામાં આવી.1914 – રશિયા પર જર્મનીના હુમલા સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત.1920 – મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં બ્રિટિશ સરકાર દ્વારા આપવામાં આવેલ કેસર-એ-હિંદનું બિરુદ પરત કર્યું.1936 – એડોલ્ફ હિટલરની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહ સાથે બર્લિનમાં ઓલિમ્પિક્સ શરૂ થયો.1941 – પ્રથમ જીપ (વાહન)નું ઉત્પાદન થયું.1947 – ભારતને અંગ્રેજોની ધુંસરીમાંથી છુટકારો મળ્યો અને ભારત દેશને આઝાદી મળી.1953 – એર કોર્પોરેશન એક્ટ હેઠળ ભારતની તમામ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોની ધરપકડ કરવામાં આવી હતી.1957 – ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વહીવટ હેઠળ નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.1960 – ઈસ્લામાબાદને પાકિસ્તાનની રાજધાની જાહેર કરવામાં આવી.1960 – દાહોમીએ (વર્તમાન બેનિન) ફ્રાન્સથી સ્વતંત્રતાની ઘોષણા કરી.1965 – ફ્રેન્ક હર્બર્ટની નવલકથા, ડ્યુન પહેલી વાર પ્રકાશિત થઈ. તેને ૨૦૦૩માં વિશ્વની સૌથી વધુ વેચાતી સાયન્સ ફિક્શન નવલકથા તરીકે જાહેર કરાઈ હતી.1975 – ભારતની દરબા બેનર્જી કોમર્શિયલ પેસેન્જર એરક્રાફ્ટ ઉડાડનાર વિશ્વની પ્રથમ મહિલા પાઈલટ બની.1995 – હબલ ટેલિસ્કોપે શનિના બીજા ચંદ્રની શોધ કરી2000 – ઈરાનમાં મહિલાઓ પણ ઈમામ બની.2004 – પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને 25 રનથી હરાવીને એશિયા કપ જીત્યો. સનથ જયસૂર્યા ‘મેન ઓફ ધ સિરીઝ’ બન્યો.2005 – સાઉદી અરેબિયાના રાજા ફહદ બિન અબ્દુલ અઝીઝનું અવસાન, સ્વર્ગસ્થ રાજાના ભાઈ પ્રિન્સ અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝને દેશના નવા શાસક બન્યા.2006 – જાપાને વિશ્વની પ્રથમ ભૂકંપ પૂર્વ ચેતવણી સેવા શરૂ કરી.2007 – વિયેતનામના હનોઈ શહેરમાં આયોજિત ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ (IMO)માં ભારતીય ટીમના છ સભ્યોએ ત્રણ સિલ્વર મેડલ જીત્યા.2008- ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના બોર્ડે ભારતના વિશેષ દેખરેખ કરારને લીલી ઝંડી આપી.પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ1869 - હરકોર્ટ બટલર – ઉત્તર પ્રદેશના પ્રથમ રાજ્યપાલ હતા.1882 - પુરુષોત્તમ દાસ ટંડન – સ્વતંત્રતા સેનાની૧૮૯૨ – રવિશંકર રાવળ, ગુજરાતના ચિત્રકાર, સાક્ષર, કલા વિવેચક, પત્રકાર અને નિબંધકાર (અ. ૧૯૭૭)1899 - કમલા નેહરુ – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના પત્ની.1910 - મુહમ્મદ નિસાર – ભારતીય ક્રિકેટ ખેલાડી1913 - ભગવાન દાદા – પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક1924 - ફ્રેન્ક વોરેલ – ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટર1924 - શાહ અબ્દુલ્લા – સાઉદી અરેબિયાના રાજા.1932/3 - મીના કુમારી – ફિલ્મ અભિનેત્રી (અ. ૧૯૭૨)1939 - ગોવિંદ મિશ્રા – પ્રખ્યાત લેખક.1939 – રામચંદ્ર પટેલ, ગુજરાતી કવિ, નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક1944 - દામોદર મૌઝો– ગોવાના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક અને નિબંધકાર.1949 - બચી સિંહ રાવત – ઉત્તરાખંડના ભાજપના નેતા.1955 - અરુણ લાલ – ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર.1957 - રામવીર ઉપાધ્યાય – ઉત્તરપ્રદેશના રાજકારણી.1993 - રોહિત ટોકસ – ભારતીય બોક્સર.પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ1591 - ઉર્ફી શીરાજી – મુઘલ દરબારમાં સમ્રાટ અકબરના પ્રખ્યાત કવિ.1863 - ઝિંદન રાની – સરદાર મન્ના સિંહ ઔલખ જાટની પુત્રી હતી. તે પંજાબના મહારાજા રણજીત સિંહની પાંચમી રાણી અને તેમના સૌથી નાના પુત્ર દલીપ સિંહના માતા હતા.1913 - દેવકીનંદન ખત્રી – હિન્દીના મહાન અને પ્રથમ જાદુઈ લેખક.1920 - બાલ ગંગાધર તિલક – ભારતીય સ્વતંત્રતા સેનાની. (જ. ૧૮૫૬)1969 - કાંથે મહારાજ - ભારતના પ્રખ્યાત તબલા વાદક.1999 - નિરદ ચંદ્ર ચૌધરી – પ્રખ્યાત બંગાળી અને અંગ્રેજી લેખક અને વિદ્વાન. (જ. ૧૮૯૭)2000 - અલી સરદાર જાફરી – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કવિ.2001 - બેગમ એઝાઝ રસૂલ – ભારતીય બંધારણ સભાના એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય હતા.2008 - હરકિશન સિંહ સુરજીત – ભારતના રાજકારણી.2018 - ભીષ્મ નારાયણ સિંહ – આસામ અને મેઘાલયના રાજ્યપાલ હતા.2020 - અમર સિંહ – સમાજવાદી પાર્ટીના નેતા.(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)