મોરબી : સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી મોરબી દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવમાં લોન ટેનિસ અંડર-14ની સ્પર્ધા આજ રોજ ટંકારાની નાલંદા વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લાના ખાનગી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધનાળા પે સેન્ટર શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતા સિંધવ સ્મિત વિપુલભાઈએ જિલ્લા કક્ષાની ફાઇનલમાં વિજેતા બનીને શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.