ટંકારા : ટંકારા પોલીસે મોરબી નાકા પાસે જાહેરમાં જુગાર રમતા કિરણભાઈ પ્રભાતભાઈ કુંઢીયા, નાથાભાઇ ગોવીદભાઇ કુંઢીયા અને તુલસીભાઇ ગોરધનભાઈ કુંઢીયાને રોકડા રૂ. ૧૧,૭૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.