વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ અને જસદણ સિરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પ્રજ્ઞેશભાઈ બી. પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 1-8-2024 ને ગુરુવારના રોજ પંચવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ પંચવિધ કાર્યક્રમમાં તારીખ 1-8-2024 ને ગુરુવારના રોજ સવારે 10 થી બપોરે 2 કલાક દરમ્યાન જસદણ સિરામીક કોર્પોરેટ ઓફિસ, આસ્થા ગ્રીન રેસિડેન્સીની બાજુમાં નેશનલ હાઇવે, ઓવરબ્રિજ પાસે, મોરબી રોડ, વાંકાનેર ખાતે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, કર્મચારીઓને અંત્યોદય શ્રમિક સુરક્ષા હેઠળના વિમાનો લાભ, શાકભાજી બિયારણ તથા વૃક્ષ રોપા વિતરણ, મનોદિવ્યાંગ બાળકોને મિષ્ઠાન ભોજન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કાર્યક્રમમાં સહભાગી થવા સૌને આમંત્રણ પાઠવાયું છે.