એસઓજી પોલીસે 4 કિલો 490 ગ્રામ કબ્જે કર્યોહળવદ : હળવદ મોરબી રોડ ઉપર ધ્રાંગધ્રા કેનાલ પાસે વાચારી તલાવડી નજીક મોરબી એસઓજી ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી 4 કિલો 490 ગ્રામ ગાંજાના જથ્થા સાથે હળવદના વાણિયાવાડમા રહેતા આરોપી પદુબાપુ નામના શખ્સને ઝડપી લઈ નાર્કોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસ ટીમે બાતમીને આધારે હળવદ મોરબી રોડ ઉપર ધ્રાંગધ્રા કેનાલ પાસે વાચારી તલાવડી નજીક મોરબી એસઓજી ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડી આરોપી પ્રદીપભાઈ ઉર્ફે પ્રદ્યુમ્નભાઈ ઉર્ફે પદુબાપુ ઈશ્વરદાસ વૈષ્ણવ રહે. મેઈન બજાર, વણીયાવાડ, હળવદ નામના વૃદ્ધને રૂપિયા 44,900ની કિંમતના 4 કિલો 490 ગ્રામ ગાંજાના જથ્થા તેમજ 6000 નો મોબાઈલ મળી કુલ 50,900ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ નાર્કોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.