ટંકારા : ટંકારા - મોરબી હાઇવે ઉપર નાણાકીય લેતી દેતીની ઉઘરાણીમા બે શખ્સોએ નાણાંની ઉઘરાણી કરી યુવાનને છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાની ખીજડિયા ચોકડી પાસે રહેતા રફીકભાઈ આદમભાઈ માડકીયાએ આરોપી શાહરુખ આરીફભાઈ પરમાર અને ઇરફાન પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓ પાસે આરોપી શાહરુખ રૂપિયા 50 હજાર માંગતો હોય ઉઘરાણી કરતા તેમને જણાવ્યું હતું કે તારા મોટાભાઈની ગાડીના હપ્તા પેટે રૂપિયા 46500 ભર્યા છે જેથી તું તારા મોટાભાઈ પાસેથી પૈસા લઈ લેજે, આમ કહેતા આરોપીઓને સારું નહિ લાગતા છરી વડે હુમલો કરી ધોકા વડે માર મારતા ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.