ટંકારા : સરાયા ગામે આવેલી સ્લોગન પોલીપેક કંપની દ્વારા આજ રોજ 31 જુલાઈએ ફ્રીમાં મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો સામે રક્ષણ મળી રહે તેવા હેતુ સાથે સ્લોગન પોલીપેક કંપનીના બેચરભાઈ ઢેઢી અને તેમની ટીમ દ્વારા સરાયા ગામની આસપાસના વાડી વિસ્તાર તથા કારખાના વિસ્તારમાં રહેતા મજૂરોને ફ્રીમાં મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. આ મચ્છરદાની વિતરણ માટે તાલુકા હેલ્થ સુપરવાઈઝર હીતેષ કે. પટેલ દ્વારા મોટીવેટ કરી આ સેવા કાર્ય માટે પ્રેરણા પૂરી પાડી હતી.આ મચ્છરદાની વિતરણ પ્રોગ્રામ દરમ્યાન બેચરભાઈ ઢેઢી તથા તેમની ટીમ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. વિપુલ કારોલીયા, જિલ્લા લેબટેક જયેશભાઈ સેતા, જિલ્લા સુપરવાઈઝર જી.વી. ગાભાવ, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હીતેષ કે. પટેલ તથા સરાયા સબ સેન્ટરના એમ.પી.એચ.ડબલ્યુ એફ. એચ. ડબલ્યુ તથા આશાબહેન હાજર રહી આ ભગીરથ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડી આભાર વ્યક્ત કર્યો હતો.